યાત્રાધામ દ્વારકામાં વામન જયંતિ વિરાટ વિજય દિનની ઉજવણી કરાઈ હતી. ઠાકોરજીને વામન સ્વરૂપના શણગાર કરાયા હતાં. મંદિરે ધ્વજારોહણ તથા વિશેષ આરતી કરાઈ હતી. પાકિસ્તાને મેલી મુરાદથી દ્વારકાધીશજી મંદિરને નિશાન બનાવી 1965ના વર્ષમાં રાત્રે દ્વારકા ઉપર 156 બોમ્બ ફેંક્યા હતાં. ઠાકોરજીની કૃપાથી એક પણ બોમ્બ ફૂટ્યા ન હતાં અને દ્વારકાની કાંકરી પણ હલી ન હતી. આ દિનની યાદમાં વિરાટ વિજય દિન વામન જયંતિના દિને દર વર્ષે ઉજવાય છે.