લીંબડી શહેરમા શાક માર્કેટ ના આગળના દરવાજે રોડ પર ઉભા રહેતા શાકભાજી તથા ફ્રુટ ની લારીઓ વાળા સાંજે વધેલા શાકભાજી નો કચરો અને સડેલા ફળો શાકભાજીઓ રસ્તા પર જ નાખી દેતા હોય ગટરો મા આ કચરો ભરાઇ જાય છે. સફાઈ કામદારો દ્વારા યોગ્ય રીતે સફાઈ ન થતા સામાન્ય વરસાદમાં આ સરોવરિયા ચોક માં ગોઠણ ડુબ પાણી રસ્તા ભરાઇ જાય છે. આ બાબતે લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ લખધીરસિંહ ઝાલા એ નગરપાલિકા માં રજુઆત કરી હતી એ સંદર્ભે પ્રતિક્રિયા આપી હતી