વિજાપુર કુકરવાડા વિસનગર રોડ ઉપર વિરાટ કોમ્પલેક્ષ પાસે 31/5/ના રોજ સાંજે દાલબાટી ખાઈં ને પરત ફરતા રારતા વિસનગર નાયબ મામલતદાર ના દીકરા મોબાઈલ રૂપિયા 25,000/- નુ ચોરાઈ જતા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. ગત ગ્રામ પંચાયત ની ચુંટણી માં વ્યસ્ત હોવાથી ઓન લાઇન ફરીયાદ આપ્યા બાદ યોગેશ ભાઈ શર્મા એ પોલીસ મથકે ઉપસ્થિત રહી ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ ગુરુવારે સાંજે ચાર વાગે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.