અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દેશભરમાં 1 સપ્ટેમ્બરનાં રોજ “અમારું વિદ્યાલય, અમારું સ્વાભિમાન” કાર્યક્રમ ઉજવાયો હતો. જે અંતર્ગત સરકારી વેરાવળની બોય્ઝ હાઈસ્કૂલ ખાતે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વિધાર્થીઓનું શાળા સાથે ઉત્તમ જોડાણ થાય અને તેમના આંતરિક ગુણો વિકસે એવા ઉમદા હેતુથી જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચાની આગેવાનીમાં સરકારી બોયઝ હાઇસ્કૂલ વેરાવળ ખાતે આ કાર્યક્રમ ઉજવાયો હતો.