પેટલાદ શહેરમાં ગુરુવારના રોજ પર્યુષણ પર્વને લઈને શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપરથી શાંતિપૂર્ણ રીતે પસાર થઈ હતી. શોભાયાત્રા દરમિયાન પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે મહામંત્રી મનીષભાઈ શાહ, પેટલાદ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ, સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.