*નડિયાદ બસ સ્ટેન્ડમાં ગટરના ગંદા પાણી ઉભરાવાની કાયમી સમસ્યાથી મુસાફરો ત્રાહિમામ. મધ્ય ગુજરાતના મુખ્ય મથક સમાન નડિયાદ શહેરના બસ સ્ટેન્ડમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યા કાયમી બની ગઈ છે. આ જાહેર પરિવહનના મુખ્ય મથકે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર ધરાવતા આ બસ સ્ટેન્ડ પર તંત્રની બેદરકારીને કારણે મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકી અને દુર્ગંધના કારણે અહીં ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું.