ખંભાત કોલેજ કેમ્પસ ખાતે સ્નાતક/અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરિક્ષાલક્ષી તમામ માહિતી આસ્થીત ચેરિટબલ ટ્રસ્ટ અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી હતી.મંડળના સેક્રેટરી ડૉ.બંકિમચંદ્ર વ્યાસે જણાવ્યું હતું કે, વિનામૂલ્યે તાલીમનો મુખ્ય હેતુ મધ્યમ અને ગરીબ વર્ગના દીકરા દીકરીઓ જનરલ કેટેગરીના સ્નાતક કે અનુસ્નાતક કર્યા પછી સરકારી નોકરીમાં જોડાઈ પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવે તેવો છે.કાર્યક્રમનું સંચાલન ડૉ.હસનભાઈ રાણાએ કર્યું હતું