આજે તારીખ 28 સપ્ટેમ્બર ના રોજ સાંજના પાંચ કલાકે મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લીલીયા આંબા ગામે દાહોદ એસઓજી પોલીસે બાદમીના આધારે એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. તેની ક્લિનિકમાં ચકાસણી કરતા તેના અંદરથી મેડિકલ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવાના કારણે તે લોકોના આરોગ્ય સાથે છેડા કરતો હતો. દાહોદ પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.