ખેલરત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની ત્રી -દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન થકી ઊજવણી કરાઈ રહી છે, ત્યારે આણંદ ખાતે સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર આણંદના સંયુક્ત ઉપક્રમે આજ રોજ નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં આણંદ ટાઉન હોલથી શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.