સરા ધ્રાંગધ્રા રોડ પર ચિત્રોડી ગામ નજીક પુલ પરથી કાર નીચે ખાબકતા 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં પુલનું કામ ચાલુ હોવા છતાં ડાયવર્ઝન ના નિયમો નો ઉલાળીયો કરવામાં આવતા કાર પુલમાં ખાબકી હોવાના ગંભીર આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાન રાજુભાઈ કરપડાએ પ્રતિક્રિયા આપી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.