ભરૂચ શહેરનો મોટાભાગનો વિસ્તાર અને નેશનલ હાઇવે ભારે ટ્રાફિકજામની ઝપેટમાં આવતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હતા. ભરૂચમાં બિસ્માર રસ્તા અને ભારે વાહનો શહેરમાં ઘુસી આવતા ભરૂચ શહેરમાં રસ્તાઓ પર વાહનોની લાંબી કતાર પડી હતી.જેને પગલે વાહન ચાલકો પરેશાન બન્યા હતા.નેશનલ હાઇવે પર અંકલેશ્વર નજીક ટ્રાફિકની વિકટ સમસ્યાનું નિર્માણ થયું છે.