રાજ્યપાલશ્રીએ ખૂબ જ સહજતા સાથે આ પરિવારના તમામ સભ્યોની વડિલ સહજ ભાવથી પૃચ્છા કરી તેમની પરિસ્થિતિ જાણી હતી. રાજ્યપાલશ્રીએ બંને બાળકોને જીવનમાં શિક્ષણ અને સંસ્કારનું મહત્વ અંગે જણાવી તેઓ ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ગાયના ગભાણની પણ મુલાકાત લીધી હતી.