માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી - ખેડા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી - ખેડાના માર્ગદર્શન મુજબ ખેડા જિલ્લામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સ્ત્રી રોગ નિષ્ણાંત અને બાળ રોગ નિષ્ણાંત તબીબો દ્વારા જોખમી સગર્ભા સ્ત્રીઓ અને બિમાર તેમજ કુપોષિત બાળકોની સારવાર મળી રહે તે હેતુથી આજ રોજ મહુધા CHC ખાતે સ્ત્રીરોગ અને બાળરોગ તજજ્ઞો દ્વારા આરોગ્ય કેમનું આયોજન કરવામાં આવ્યું.