સાયલા તાલુકામાં ભૂમાફીયાઓ ખનીજ તંત્રના ડર વગર કિંમતી ખનીજનું ખોદકામ કરી રહ્યા છે. ત્યારે ખનીજ વિભાગ અને ભૂમાફિયાઓની મીલી ભગત શંકાના દાયરામાં જોવા મળે છે. ચોરવીરા ગામની સીમમાં સાયલા મામલતદારે બબ્બે વખત રેડ કરી છતાં ગેરકાયદે કોલસાનું ખોદકામ કરતાં શખસો અટક્તા નથી અને તંત્ર દ્વારા વધુ કોઈ કાર્યવાહી થતી નથી. મામલતદારે લાખોની કિંમતનો મુદ્દામાલ ખનીજવિભાગને સોંપવામાં આવ્યો હતો. પરંતુ ચોરવીરા સીમમાં ખનીજ ચોરી કરતા શખસો સામે શું કાર્યવાહી થઈ તે અંગે તપાસ