સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણે એ જોરાવરનગર સ્થિત મહાનગરપાલિકા સંચાલિત લહેરચંદ કુવરજી પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પુસ્તકાલયનું નિરીક્ષણ કર્યું અને UPSC તથા GPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. વધુમાં તેમણે વિદ્યાર્થીઓને તેમની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, અને તેમનું મનોબળ વધાર્યું હતું.