સુરત જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના સરપંચો માટે આજે શુક્રવારે એક મહત્વ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી તાલુકા ના તાજપોર ખાતે જિલ્લા ના સરપંચો ને સાથે રાખી જાગૃતિ સભર સરપંચ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. પોષણ સહિત ગ્રામ વિકાસ ના વિવિધ વિષયો નો આ સેમિનાર માં સમાવેશ કરવામાં આવ્યો હતો. ખાસ કરી નવા ગ્રામ્ય કક્ષા એ કુપોષણ , વેરા વસુલાત તેમજ ગામ ની માળખાગત સુવિધા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.