નડિયાદની બિલદરો જેલમાં કેદીઓ માટે નવીન પહેલ.'રેડિયો પ્રિઝન' બન્યો સુધારણા અને પ્રેરણાનો સ્ત્રોત, સંગીત, કાયદાકીય સલાહ અને પ્રેરણાત્મક વાર્તાઓ દ્વારા કેદીઓને સકારાત્મક માર્ગે વાળવાનો અનોખો પ્રયાસ.ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આવેલ બિલદરો જિલ્લા જેલમાં કેદીઓના માનસિક અને સામાજિક સુધારા માટે એક અનોખો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.