કરમસદ આણંદ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આણંદ ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય દંડક સહિતના મહાનુભાવો ટાઉન હોલથી શાસ્ત્રી મેદાન સુધી યોજાયેલ સાયકલ રેલીમાં સહભાગી બન્યા હતા. રવિવારે સવારે 9:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં નાયબ દંડક રમણભાઈ સોલંકીએ પ્રતિક્રિયા આપી હતી.