ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 12 સપ્ટેમ્બર, 2025ના રોજ જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર 2025 યોજાયો હતો. "ક્વોન્ટમ યુગની શરૂઆત : સંભાવનાઓ અને પડકારો" વિષય પર ધોરણ ૮ થી ૧૦ના આશરે 288 વિદ્યાર્થીઓએ ચાર્ટ અને પ્રેઝન્ટેશન દ્વારા રજૂઆત કરી હતી.કાર્યક્રમમાં 100 જેટલા માર્ગદર્શક શિક્ષકો તથા મહાનુભાવોમાં પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા અને ઉદ્યોગપતિ નીતિનભાઈ કણકીયા ઉપસ્થિત રહ્યા હતા.