શનિવારે બપોરના સમય દરમિયાન નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હત્યાના ગુનાનો આરોપી ફરાર થઈ ગયો હતો.ઉત્તમ ધનગઢ નામના આરોપી ની વર્ષ 2025 ના મે મહિનામાં કડોદરા જીઆઇડીસી પોલીસે હત્યાના ગુનાના આરોપસર ધરપકડ કરી હતી.જે આરોપી હાલ લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે ચાલી આવ્યો હતો.આરોપીને ખભાના ભાગે ઇજા થતાં સારવાર અર્થે શનિવારે નવી સિવિલ લવાયો હતો.જ્યાં દવાની લાઇનમાં ઉભેલા પોલીસ ઝાપટા ના માણસોને હાથતાળી આપી આરોપી હાથકડી સાથે ફરાર થઈ ગયો હતો.