તાપી જિલ્લાના સેવાસદનના હોલમાં કલેકટરની હાજરીમાં પ્રવાસન વિકાસ સમિતિની બેઠક યોજાઈ.તાપી જિલ્લાના સેવાસદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં ગુરુવારના રોજ 1 કલાકની આસપાસ જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં પ્રવાસન સ્થળોએ માર્ગો, પાણી, શૌચાલય, સાઇનેજ અને સ્વચ્છતા જેવી સુવિધાઓ પર ખાસ ભાર મુકતા મુદ્દાને આવરી લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.