માંગરોળ લોએજ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત માંગરોળ લોએજ પાસે આજે બે બાઇક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઝેરીયાવાડ ગામના હમીદખા અને મોઈન બાપુ ફકીર ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ બંનેને તાત્કાલિક સારવાર માટે માંગરોળ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. માહિતી મુજબ બીજી બાઇકનો ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.