સુરેન્દ્રનગર જીલ્લા ક્લેક્ટર કચેરી ખાતે ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત.કોંઢ ગામની સીમમાં ખાનગી કંપની પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા વીજલાઈન નાખવાની કામગીરીનો કર્યો વિરોધ. ખાનગી કંપની દ્વારા કોંઢ ગામના ખેડૂતોને જંત્રી મુજબ વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો.ખેડૂતોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો વીજ લાઇન નાખવાની કામગીરી રોકી વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી.