દેડીયાપાડા તાલુકાના બુરી ગામમાં બે પડોશી જૂથો વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બન્યો છે. આ ઘટનામાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટના ગત ૫ મી ઓગસ્ટે સાંજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બુરી ગામના નિશાળ ફળિયામાં બની હતી. જેમાં પ્રથમ ફરિયાદ મહેશ બામણીયા વસાવા દ્વારા નોંધાવામા આવી છે.તેની ફરિયાદ મુજબ, તે ઘરઘંટીએ અનાજ દળાવવા ગયો હતો. ત્યારે વિજેસિંગ જયંતિ વસાવાએ 'તું બધા ગામવાળાને મારી નાખવાનો છે' તેમ કહીને તેમની સ