અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર વાપીથી બગવાડા ટોલ પ્લાઝા સુધીના વિસ્તારમાં આજે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી માહોલમાં રસ્તા પર પડેલા ખાડાઓને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. હાઈવે પર ત્રણ પૈકી 2 ટ્રેક ઉપર કામગીરી કરવામાં આવી રહી છે, જેને પગલે આ સ્થિતિ સર્જાઈ છે.