જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધના પર્વ નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ થઈ છે અને દશેરાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હાંસોટ તાલુકાના સુણેવખુર્ડ ગામના નવજાગૃતિ યુવક મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં દશેરાના દિવસે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુલવામાં એટેક, પહલગામ એટેકના શહીદો તેમજ અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.