વિજાપુર પાલીકા આજરોજ શુક્રવારે સાંજે ચાર કલાકે ખત્રીકૂવા અને મેહસાણા ડિસ્ટ્રીકટ બેંક સામે ના આસપાસના ગલ્લા ઓના દબાણો બીજી વખત હટાવવા પડયા છે. વારંવાર પાલીકા દબાણો દૂર કરે છે. જગ્યા ખુલ્લી કરે છે. પરંતુ તેનો કોઈ વિકાસ ના કામે ઉપયોગમા નહિ લેવાતા લોકો ફરી દબાણો કરે છે. દશ વર્ષ અગાઉ પણ અહીંના દબાણો હટાવી લાખો રૂપિયા ખર્ચીને ફેંસિંગ તાર બાંધ્યો હતો.ત્યાર બાદ લોકોએ ફેસિંગ તોડી ફરી દબાણ કર્યા હતા.આમ વારંવાર એક જગ્યાએ દબાણો દૂર કરી લોકોને પરેશાન કરાય છે.