મહે. પંચમુખી હનુમાન મંદિર ખાતે નિઃશુલ્ક ઘોડી, વોકર જેવા સાધનોનું વિતરણ, મેડિકલ કેમ્પ તૅમજ જરૂરિયાતમંદોને દરરોજ માત્ર 11રૂ. ઘરે ઘરે શુદ્ધ, સાત્વિક ભોજનની ટિફિનસેવા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા. જેમાં કે.પી.ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા ટિફિનસેવા જે જરૂરિયાતમંદોને ઘરે ઘરે ભોજન પહોંચાડવાની જે સુંદર તૅમજ સેવાકીય ભગીરથ સતકાર્ય બદલ ઉપસ્થિત મહાનુભાવો, તૅમજ નગરજનોએ આ પરોપકારી સતકાર્ય બદલ તહેદિલથી આભાર વ્યક્ત કર્યોં હતો. મોટી સંખિયામાં આ સેવાનો લાભ લીધો હતો.