સુરતના પાંડેસરામાં બે દિવસ પહેલાં જ જેલમાંથી છૂટેલા એક આરોપીએ અંગત અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યા કરી છે. આ ઘટનામાં મૃતક યુવકને ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે પાંડેસરા પોલીસે 7 લોકો સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.મૃતક સંદીપ ઉર્ફે તિસરી રાકેશસિંહ રાજપૂતની હત્યા તેના મિત્ર અવધેશ સહાની દ્વારા કરવામાં આવી હતી, જે બે દિવસ પહેલાં જ જેલમાંથી છૂટ્યો હતો.આ હત્યા પાછળ ગાંજાના ધંધામાં થયેલી અદાવત હોવાની શંકા વ્યક્ત કરી છે.