શહેરા તાલુકામાંથી પસાર થતાં બસ રૂટ પર વિદ્યાર્થીઓ અને મુસાફરોની સલામતી જોખમાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે શહેરા થી છોગાળા તરફ જતી એક બસમાં નિયમિતપણે ક્ષમતા કરતાં વધારે મુસાફરો ભરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.આ રૂટ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મુસાફરો મુસાફરી કરે છે. પરંતુ,બસની ક્ષમતા માત્ર 52 સીટોની હોવા છતાં બસમાં 170 મુસાફરો એટલે કે ત્રણ ગણાથી પણ વધુ લોકોને ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.