શનિવારે સાંજે 4 વાગ્યા ની આસપાસ ખેરોજ પોલીસ સ્ટેશનના PI એન.આર.ઉમટ ની સૂચનાથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખેરોજ વિસ્તારમાં તહેવારોના અનુસંધાને લઇ ટ્રાફિક ને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પેસેન્જર વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી. જેમાં પોલીસે પેસેન્જર વાહનોને ડિટેઇન કરી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.