નિઝર તાલુકાના દેવાળા ગામે કાચુ ઘર ધરાશાઈ થતા નુકશાન.તાપી જિલ્લાના નિઝર તાલુકાના દેવાળા ગામે વરસાદને લઈ કાચુ ઘર ધરાશાઈ થતા આર્થિક નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો.જે અંગે સોમવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ દેવાળા ગામના લીલાબેન ભીલ નું કાચું મકાન ધરાશાઈ થતા પંચાયતને જાણ કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.