આજરોજ વસો તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજ મુકામે સ્ત્રી રોગ તજજ્ઞ અને બાળ રોગ તજજ્ઞશ્રી દ્વારા જોખમી સગર્ભા માતા અને કુપોષિત બાળકોનો કેમ્પ યોજવામાં આવ્યો. "એક તંદુરસ્ત માતા જ, તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે" જેથી કરીને તમામ સગર્ભા માતાઓ અને બાળકોને સમયસર ની તજજ્ઞ સારવાર મળી રહે તો હાલનો માતા મરણ અને બાળ મરણ દર ઘણો ઘટાડી શકાય તેમ છે. જે અન્વયે પીજ અને તેની આજુબાજુના રામોલ, મિત્રાલ, કરોલી, થલેડી,પલાણા ગામમાંથી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ સગર્ભ