માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે થી કતલ કરવાના ઇરાદે લઈ જવાતા પશુ ભરેલી ગાડી પોલીસે ઝડપી પાડતા બે ઈસમોએ પોલીસને ધક્કે ચડાવી સરકારી કામમાં રૂકાવટ કરનાર બંને ઈસમો ની ધરપકડ કરી છે જ્યારે બે ઈસમો ભાગી છુટતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા છે ઝંખવાવ ના પી આઈ કે એ જાડેજા કે સ્ટાફ સાથે કતલ કરવાના ઇરાદે લઈ જવાતી ગાડી ઝડપી પાડી હતી આ સમયે ઝંખવાવ ગામના અલ્તાફ શેરખાન મુલતાની અને મોહમ્મદ માનસા મુલતાની એ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું