સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે શુક્રવારે સમી સાંજે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા અંતરિયાળ વિસ્તાર એવા પોશીના પંથકમાં સાંજે 7 વાગ્યાની આસપાસ વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે લાંબા વિરમબાદ પોશીનામાં અડધો ઇંચ એટલે કે 13 મીમી વરસાદ નોંધાયો હતો.