વડોદરા જિલ્લામાં 30 દિવસીય સંરક્ષણ ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમનો પ્રારંભ,આ વર્ષે પણ આવનારા સમયમાં યોજાનારી આર્મી, નેવી,એરફોર્સ,પેરામિલિટરી,પોલીસ,ફોરેસ્ટ તથા સિક્યુરિટી ક્ષેત્રની ભરતીને ધ્યાનમાં રાખીને એસ.આર.પી.એફ. ગ્રુપ-૯,મકરપુરા, વડોદરા ખાતે તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ તાલીમમાં કુલ 90 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી 30 ઉમેદવારો અનુસૂચિત જાતિના છે તથા 60 અન્ય કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.