કાલોલ શહેરના વતની કમલેશ નારણભાઈ પરમાર થોડા દિવસ પહેલાં દુબઈ ગયા હોય તેમના દુબઈ પ્રવાસ દરમ્યાન દુર્ભાગ્યે ૭મી સપ્ટેમ્બરના રોજ તેમનું અકાળે અવસાન થતાં મૃતકના મૃતદેહને વતનમાં પરત લાવવા માટે આંતરરાષ્ટ્રીય મામલે પરિવારજનો સમક્ષ મોટી દુવિધા સર્જાઈ હતી. કાલોલના પ્રવાસી નાગરિકના મૃતદેહને દુબઈથી ભારત સુધીના ટેકનિકલ એવા પોલીસ ક્લિયરન્સ અને જરૂરી હોસ્પિટલ એફર્ટ તેમજ સુગમ પરિવહન માટે પ્રમાણપત્રોમાં મદદ કરવા માટે ભલામણ કરી છે.