બર્બટાણા રેલ્વે સ્ટેશનનું નામ હાલ "રાજુલા જંકશન" તરીકે ઓળખાય છે. સ્થાનિક સ્તરે લાંબા સમયથી ચાલતી માંગ મુજબ સ્ટેશનનું વાસ્તવિક નામ "બર્બટાણા જંકશન" કરવાની અપીલ સાથે રેલ્વે મંત્રાલય, નવી દિલ્હી સમક્ષ પત્ર પાઠવવામાં આવ્યો છે.પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સ્ટેશનનું સાચું સ્થાન અને ઓળખ સ્પષ્ટ રહે તે માટે "રાજુલા જંકશન"ના બદલે "બર્બટાણા જંકશન" નામ અપાવવું જોઈએ.