રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રતનપર, હડાળા, અને નાગેશ્વર સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે એક મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ પત્રકાર પરિષદ યોજીને વિગતો આપી હતી. લોકોની ફરિયાદના આધારે પોલીસે આ ચેકિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન પાંચ વિદેશી નાગરિકો મળી આવ્યા હતા, જેમના વિઝા છેલ્લા એક વર્ષથી પૂર્ણ થઈ ગયા હોવા છતાં તેઓ ભારતમાં રોકાયેલા હતા. આ પાંચેય નાગરિકો આફ્રિકાના છે