બોટાદ શહેરના જનડા ગામે રહેતા વ્યક્તિને ભાંભણ ગામે શમસાન પાસે બોલાવી પાંચ વ્યક્તિઓ દ્વારા તેમને લોખંડના પાઇપ, લાકડાઓ તેમજ ઢીકા પાટુનો માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા વ્યક્તિ દ્વારા બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે