નડિયાદમાં નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે હેતુથી એક દિવસ એક કલાક એક સાથે સફાઈ અભિયાન અંતર્ગત નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય,જીલ્લા ભાજપ પ્રમુખ,ખેડા સાંસદ ,નડિયાદ મ્યુનિસિપલ કમિશનર, ડે.કમિશનર સહિતના અગ્રણીઓની અધ્યક્ષતામાં NES સ્કૂલ પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. અને નાગરિકોને ડોર ટુ ડોર કલેક્શન દ્વારા જ કચરાનો નિકાલ કરવાની અપીલ કરાઈ હતી.