જામનગર શહેરના અનેક વિસ્તારોમાં ગણપતિ બાપા ની સ્થાપનાના આજરોજ 11 દિવસ પૂર્ણ થતા હોય, ત્યારે શહેરના મંગલબાગ સહિતના વિસ્તારોમાં આવેલા પંડાલો તેમજ મકાનોમાં સ્થાપવામાં આવેલ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર ગણપતિ મંડળ દ્વારા વિઘ્નહર્તાને વિદાય આપવામાં આવી હતી, યુવક યુવતીઓએ રાસ ગરબા રમી ગણપતિ બાપાને ભાવભેર વિદાય આપી હતી.