ચાલુ સાલે ચોમાસા માં મહેસાણા જિલ્લા માં સારો એવો વરસાદ પડ્યો છે અને તેના કારણે ચોમાસુ ખેતી ના પાકો વાવેતર પણ સારું એવું થયું છે.મહેસાણા જિલ્લા માં ચાલુ વર્ષે 2.71 લાખ હેક્ટર માં ચોમાસુ ખેતી પાકો નું વાવેતર થયું છે,જેમાં દિવેલા,ડાંગર,મગફળી,કપાસ અને ઘાસચારા જેવા મહત્વ ના પાકો નું વાવેતર થયું છે..પરંતુ ચાલુ વર્ષે લાંબા ચોમાસા અને ત્યાર બાદ છેલ્લા કેટલાય દિવસો થી મહેસાણા જિલ્લા માં ભારે વરસાદ ના પગલે વાવેતર કરેલા ખેતરો માં વરસાદી પાણી ભરાઈ ગયા છે