વડોદરા : ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના મુદ્દે ગણેશ ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.આ મામલે ભાજપના દંડક અને કોર્પોરેટર શૈલેષ પાટીલે પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,આ કૃત્ય ગણપતિ બાપાને લાવતા હતા એની ઉપર જે ઈંડા ફેકવાનું ધ્યાને આવ્યું છે.હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે.કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી લેવામાં આવે નહીં અને જે પ્રમાણે ભાજપના કોર્પોરેટરોએ કામગીરી કરી છે.એ જોતા લાગે છે કોઈને પણ બક્ષવામાં નહિ આવે.