બાબરા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૮ના છેતરપીંડી કેસમાં વોન્ટેડ અને ₹૧૦,૦૦૦/- ઇનામી આરોપી અમિત ઉર્ફે પવલ કીર્તિભાઈ પટેલને સુરત પી.સી.બી.એ ઝડપી લીધો. આરોપીએ રૂ.૧૦.૨૭ લાખની છેતરપીંડી કરી વર્ષોથી મુંબઇ સહિત અનેક શહેરોમાં છુપાઈને રહેતો હતો. હાલ તેને કાયદેસરની કાર્યવાહી માટે બાબરા પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.