સુરેન્દ્રનગર જીલ્લામાં નવા પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુ એ જિલ્લામાં ચાર્જ સંભાળતા સાથે જ જિલ્લાના કુખ્યાત ગુનેગારોની યાદી તૈયાર કરી તેમની સામે કડક પગલાં લેવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે તેમજ નવરાત્રી માં પાર્ટી પ્લોટમાં ગુનેગારોને સ્ટેજ પર બોલાવી સાવજ આયા જેવા ગીતો વગાડી ગુનેગારોને પ્રોત્સાહન ના આપવા સૂચના આપી છે.