નવસારી જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અસર પેદા કરી છે. નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. જિલ્લામાં તેમજ ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે પાણીના સ્તરમાં વધારો થતાં પંચાયત હસ્તકના કુલ 7 માર્ગો બંધ થઈ ગયા છે. જેમાં નવસારી તાલુકાના 3, ખેરગામ તાલુકાનો 1, ચીખલી તાલુકાના 2 અને વાંસદા તાલુકાનો 1 માર્ગનો સમાવેશ થાય છે.