શુક્રવારના 5 કલાકે સુપ્રત કરાયેલા મુદ્દા માલ ની વિગત મુજબ પારડી ના ખડકી નેશનલ હાઇવે નંબર 48 પાસેથી એક મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. જેને પારડી 108 ની ટીમ ઇએમટી માનસી પટેલ અને પાયલોટ વિરેન્દ્ર પટેલ દ્વારા ઘટના સ્થળે પહોંચી સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલા પાસેથી રોકડા મોબાઈલ મળી કુલ 60 હજાર રૂપિયા નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પરિવાર અને પોલીસને સુપ્રત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.