નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જન દરમ્યાન મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા બે ડી.જે. સંચાલકો વિરુદ્ધ રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. વિરાવળ પુર્ણા નદી પાસે બ્રીજેશ ડી.જે. અને ધર્મેશ ડી.જે.ના સંચાલકોએ રાત્રે 10 વાગ્યા પછી પણ ડી.જે. વગાડતા જાહેરનામાનો ભંગ કર્યો હતો. મેજિસ્ટ્રેટ દ્વારા રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ડી.જે., સાઉન્ડ સિસ્ટમ અને વાંજીત્રોના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં નિયમનો ઉલ્લંઘન થતાં પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો.