સાવરકુંડલા તાલુકાના દોલતી ગામના એક ખેડૂતએ પોતાની મુશ્કેલી અને ખરાબ હાલત અંગે વીડિયો બનાવી આજે સાંજે છ વાગ્યે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયોમાં ખેતી સંબંધિત પરિસ્થિતિ અને પડતી મુશ્કેલીઓની વેદના રજૂ કરતાં ખેડૂતની વ્યથા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે.